ત્રણ દરવાજા

સલ્તનત યુગ, કોટ વિસ્તાર અને દરવાજાઓ , ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 1.49 કિલોમીટર

તીન દરવાજા, જે અમદાવાદના સ્થાનિક લોકોમાં ‘ત્રણ દરવાજા તરીકે પ્રસિદ્ધ છે, તે શાહી દરવાજા છે, જેનું બાંધકામ ઇ.સ. 1411માં અમદાવાદ શહેરની સ્થાપના થયા પછી તરત જ કરવામાં આવ્યું હતું. દરવાજાનું બાંધકામ ઇ.સ. 1415માં પૂર્ણ થયું હતું. 18મી સદીના અંતમાં થઈ ગયેલા યુરોપિયન ટ્રાવેલર મેન્ડેસ્લોએ કરેલી એક નોંધ મુજબ સમગ્ર ભારતમાં આ પ્રકારના દરવાજા જેવા અન્ય કોઈપણ દરવાજા ઉપલબ્ધ નથી. અમદાવાદમાં નાના અને મોટા મળીને કુલ આશરે 21 દરવાજાઓ છે, જે વિવિધ હેતુઓ અને કારણોથી બાંધવામાં આવ્યા હતા.

અમદાવાદના શહેરની સ્થાપના થયા પછી તરત જ અહમદશાહ પહેલા દ્વારા આ દરવાજાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે ઇ.સ. 1415માં પૂર્ણ થયું હતું. મહેમૂદ બેગડા, જે ફક્ત કેટલાક મહિનાઓ માટે જ રાજા હતો અને જ્યારે તેની ઉંમર 15 વર્ષ પણ નહોતી, ત્યારે પીઠ પર બાણનો ભાથો અને હાથમાં બાણ લઇને ફક્ત 300 ઘોડેસવારો સાથે તેણે તેના બળવાખોર ઉમરાવો અને તેમના 30,000 અનુયાયીઓને વેરવિખેર કરી નાખવા માટે આ દરવાજા મારફતે ઇ.સ. 1459માં કૂચ કરી હતી. પોતાનો મહેલ છોડીને આ યુવાન રાજાએ પોતાના દુશ્મનો સુધી પહોંચવાના રસ્તાઓ પર હાથીઓને તૈનાત રાખવાના આદેશ આપ્યા હતા. મુખ્ય શેરી પરથી તેની સેના ધીમેધીમે આગેકૂચ કરી રહી હતી અને સાથે શાહી સંગીત વાગી રહ્યું હતું. તેની આ શાનદાર બહાદુરીના કારણે તેના કેટલાંક વિશ્વાસુ સાથીદારોને તેની સાથે જોડાવાનો સમય મળ્યો અને તેનું સૈન્યબળ વધુ મજબૂત બન્યું. તેના દુશ્મનોની સેનાની સરખામણીએ તેનું સૈન્યબળ નાનું હતું. તેમ છતાં પણ તેમણે હુમલો કર્યો, દુશ્મનોને પાછા ભગાડ્યા અને દુશ્મનોના લીડરોનો નાશ કર્યો. ત્યારબાદ, નવનિયુક્ત મરાઠા ગવર્નરો ત્રણ દરવાજા પર બનેલા બીમ પર નિશાન સાધવા માટે પાંચ બાણ છોડતા હતા, અને આ બીમને વીંધવાની તેમની સફળતાના આધારે તેઓ પોતાના વહીવટીતંત્ર માટે સારો સમય આવશે કે ખરાબ તેની ભવિષ્યવાણી કરતા હતા.

એક લોકવાયકા અનુસાર, એક વખત ખ્વાજા સિદ્દિકી કોટવાલ નામના એક શાહી રક્ષકનો સામનો ધનની દેવી લક્ષ્મીજી સાથે થયો, જેઓ રાતના સમયે અમદાવાદ શહેરને છોડી દેવા માટે ભદ્ર કિલ્લાના દ્વાર પર આવ્યા હતા. ખ્વાજા સિદ્દિકી કોટવાલે તેમને ઓળખ્યા અને તેમને રોક્યા પણ ખરા. તેણે દેવી લક્ષ્મીજીને વિનંતી કરી કે તે જ્યાં સુધી તે બાદશાહ અહમદશાહ પાસેથી પરવાનગી મેળવીને ન આવે ત્યાં સુધી તેઓ કિલ્લો છોડીને ન જાય. તે રાજા પાસે પરવાનગી માંગવા ગયો અને લક્ષ્મીજી શહેરમાં જ રહે તે માટે તેણે પોતાનું માથું કપાવી નાખ્યું. તેના પરિણામ સ્વરૂપે શહેરની સમૃદ્ધિ વધી ગઈ.

ભદ્ર કિલ્લાના દરવાજા પાસે આજે ખ્વાજા સિદ્દિકી કોટવાલની કબર છે અને ભદ્રકાળી માતાનું મંદિર પણ છે, જે લક્ષ્મીજીનું પ્રતિનિધિત્વ કરે છે. એક મુસ્લિમ પરિવાર દ્વારા 600 વર્ષ કરતા પણ વધુ સમયથી ત્રણ દરવાજાના એક ગોખમાં દીવો પેટાવવામાં આવે છે. આ દંતકથાની યાદમાં મુસ્લિમ પરિવાર પેઢીઓથી દીવો પ્રગટાવી રહ્યો છે. હાલમાં, ઝેબા બીબી અને તેમનો પુત્ર યુનુસભાઈ આ પરંપરાને જીવંત રાખી રહ્યા છે. ગમે તેવું વાતાવરણ હોય કે ગમે તે ઋતુ હોય, તેઓ આ દંતકથાની યાદમાં દિવસના 24 કલાક અને અઠવાડિયાના સાતેય દિવસ આ દીવો પ્રજ્વલિત રાખે છે.

ભદ્ર કિલ્લા વિસ્તાર સાથે ત્રણ દરવાજા 3000થી પણ વધુ ફેરિયાઓ માટે શોપિંગ મોલની ગરજ સારે છે, જ્યાં તેઓ ઇમિટેશન જ્વલરી, રેડીમેડ ગાર્મેન્ટ્સ, ઋતુઓ અને તહેવારો અનુસાર વિવિધ વસ્તુઓ જેવી કે દીવાળી પર ફટાકડા, ઉત્તરાયણ પર પતંગો વગેરે વેચે છે. કેટલાંક ફેરિયાઓ ફળો, મોબાઈલ એસેસરીઝ, પૂજા-આરતી માટે થાળી અને અન્ય સામાન, જૂના સિક્કાઓ અને દૈનિક વપરાશની વિવિધ વસ્તુઓ જેવી કે લેધર બેટ્સ, વોલેટ, પર્સીસ વગેરે વેચે છે.

આ દરવાજામાં ત્રણ કમાનો છે જે એક પહોળી ખુલ્લી જગ્યા તરફ દોરી જાય છે, જે મહેલના બહારની બાજુના પ્રાંગણનું નિર્માણ કરે છે, જેને મૈદાન-એ-શાહી કહેવામાં આવે છે. આ પ્રાંગણ 1600 ફૂટ લાંબું અને 800 ફૂટ પહોળું છે, જેની મધ્યમાં એક ફૂવારો અને એક ઉપસેલી છત છે. સેન્ટ્રલ ઓપનિંગનો રસ્તો 17% ફૂટ પહોળો છે, અને તેની બંને બાજુની કમાનો 13 ફૂટ પહોળી અને 25 ફૂટ ઊંચી છે. આ કમાનોની વચ્ચે આવેલા સ્તંભો પર ખૂબ જ શણગારેલી દીવાલો છે. દરવાજાની ટોચ પર આવેલી અગાસીને પહેલા છાપરાંથી ઢાંકવામાં આવી હતી, પરંતુ ઇ.સ. 1877માં આ દરવાજાઓનું સમારકામ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ અગાસીને ખુલ્લી કરી દેવામાં આવી હતી.

આ અગાસીમાં સર્વોપરી સત્તાનો રાજ્યાભિષેક થાય તે પહેલાં મહાન સામંતો અને વિદેશી દૂતાવાસો અહીંયા ભેગા થતા હતા. આ ઉપરાંત, લકરી ઉદ્યોગો અને ગાલા-ડે સમીક્ષાઓ માટે અહીંયા સૈન્યો ભેગાં કરવામાં આવતા હતાં અથવા તો સમી સાંજની ઠંડકમાં ઉડતા ફૂવારાની બાજુમાં દરબાર ભરવામાં આવતો હતો. ભદ્ર કિલ્લાની સમાંતરે એક સુંદર બગીચો બનાવવામાં આવ્યો હતો, જ્યાં શાહી અમલદારો ‘ચૌગાન” (પોલો) રમતા હતા. હવે મૈદાન-એશાહીનો આ વિસ્તાર એક ભીડભાડભર્યું બજાર બની ગયો છે.

અખંડ દીવો પ્રજ્વલિત થવાની ઘટના ઉપરાંત, 19મી સદીના અંત ભાગમાં જ્યારે મરાઠા શાસન હતું ત્યારે મરાઠા રાજ્યપાલ ચિપ્નાજી રઘુનાથે ઇ.સ. 1812માં એક ફરમાન (હુકમ) બહાર પાડ્યું હતું અને ત્રણ દરવાજા પર તેને કોતરાવ્યું હતું, જે મુજબ તેમણે વંશપરંપરાગત સંપત્તિના વારસામાં મહિલાઓને સમાન અધિકાર જાહેર કર્યો હતો. આ માટે રઘુનાથે હિંદુ અને મુસ્લિમ બંને કોમના લોકોને અપીલ કરી હતી. ત્રણ દરવાજા પરની આ તકતીને દેવનાગરી લિપિમાં કોતરવામાં આવી છે અને તેમાં 10 ઓક્ટોબર, 1812ના રોજની તારીખ છે. આ તકતીમાં લખ્યું છે કે, ‘દીકરીઓને કોઈપણ જાતની તકલીફ વગર પિતાની સંપત્તિનો તેમનો યોગ્ય હિસ્સો પ્રાપ્ત કરવા દો. ભગવાન વિશ્વનાથનો પણ આ જ આદેશ છે. જો તમે આ આદેશને અવગણશો, તો હિંદુઓએ મહાદેવને જવાબ આપવો પડશે અને મુસ્લિમોએ અલ્લાહને જવાબ આપવો પડશે.”

ત્રણ દરવાજા 24 કલાક અને સાતેય દિવસ મુલાકાતીઓ માટે ખુલ્લા છે. અહીંયા વસ્ત્ર પરિધાન (ડ્રેસિંગ)ને લઇને કોઈ જાતનો પ્રતિબંધ નથી, તેમ છતાં પણ સેમી કેઝયુઅલ વસ્ત્રો પહેરવા એ આદર્શ છે. આ સાથે જ મુલાકાતીઓ ભદ્રકાળી મંદિર અને અખંડ દીવાની મુલાકાત લઇ શકે છે. સાથે જ તેઓ મુસ્લિમ કિફાયતી હોટલ કે જ્યાં 100 કરતાં વધુ વર્ષોથી ગરીબોને જમાડવામાં આવે છે, તેની મુલાકાત પણ લઇ શકે છે અને ત્યાં ક્ષમતા મુજબ દાન પણ આપી શકે છે. આ ઉપરાંત, મુલાકાતીઓ ઠંડા ફાલુદા અને લસ્સીથી પોતાની તરસને છીપાવવા માટે ગાંધી કોલૂિંક્સની મુલાકાત પણ લઇ શકે છે.

ભદ્ર કિલ્લા તરફ જતા દરવાજાની ડાબી બાજુએ આવેલી બલરામ બ્રધર્સ ડેરી અને વાડીલાલ સોડા ફાઉન્ટેન ખૂબ જ સારા ટેક-અવે છે, જે લગભગ 100 વર્ષ જૂનો છે. દરવાજાને અડીને સયાઓ દ્વારા સંચાલિત દુકાનો આવેલી છે, જે 19મી સદીની શરૂઆતના સમયથી ત્યાં પૂજાપાનો સામાન વેચે છે. ત્રણ દરવાજાથી થોડેક આગળ જાઓ તો ત્યાં એક સાંકડો પ્રવેશદ્વાર તમને ઢાલગરવાડ લઈ જાય છે.

સૌથી વધુ પ્રખ્યાત આકર્ષણો

શહેરના બહુવિધ શાસકો અને નિયમોની સાક્ષી આપતા ઉંચા અને સ્થિર ઉભા રહેલા તીન દરવાજા શહેરના ઈતિહાસને પોષી રહ્યા છે.

નજીકના સ્થળો

અહેમદ શાહ મસ્જિદ

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.55 કિલોમીટર
બાદશાહનો હજીરો (રાજાની કબર)

સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, અમદાવાદમાં અધ્યાત્મ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.38 કિલોમીટર
ભદ્રનો કિલ્લો

અમદાવાદનું પ્રખ્યાત , સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.37 કિલોમીટર
સીએનઆઇ (CNI) ચર્ચ

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ખ્રિસ્તી, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.47 કિલોમીટર
ઢાલગરવાડ

અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , વીડિયો સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.25 કિલોમીટર
માણેક ચોક

અમદાવાદનું પ્રખ્યાત , સલ્તનત યુગ, અમદાવાદીની જેમ ખાઓ-પીઓ, અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , સ્થાનિક ભોજન , ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.56 કિલોમીટર
પારસી અગિયારી અને હોલ્સ ઓફ અમદાવાદ

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - જરથુષ્ટ્ર, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.28 કિલોમીટર
રાણીનો હજીરો

સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, પરંપરાગત બજારો , ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.5 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

10 મિનિટ

જાણવા જેવું

અમદાવાદના ઐતિહાસિક દરવાજા અમદાવાદના જૂના કોટવાળા શહેરની સીમાઓને ચિહ્નિત કરીને ગર્વથી સીધા ઊભા છે. શહેરના જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાગ હોવાને કારણે, તેઓ દિવસના તમામ કલાકો દરમિયાન મુલાકાતીઓ માટે ખુલ્લા હોય છે. જો કે, આર્કિટેક્ચરલ વિગતોની યોગ્ય રીતે પ્રશંસા કરવા અને તેમની આસપાસના સમૃદ્ધ બજારોનો આનંદ માણવા માટે દિવસના સમયે મુલાકાત લેવી શ્રેષ્ઠ છે.

સમય :કોઈપણ સમય

એન્ટ્રી ફી : નિઃશુલ્ક