એલિસ બ્રિજ

અમદાવાદનું પ્રખ્યાત , આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 0.79 કિલોમીટર

એલિસ બ્રિજ જેને હવે સ્વામી વિવેકાનંદ બ્રિજનું નવું નામ આપવામાં આવ્યું છે, તે અમદાવાદનો સૌથી જૂનો બ્રિજ છે. સાબરમતી નદીની પશ્ચિમ તરફ નવા ઝડપથી વિકસિત થઈ રહેલા શહેરના ભાગને પૂર્વના કોટ વિસ્તાર સાથે જોડવા માટે 1800ના દાયકામાં આ બ્રિજ બાંધવામાં આવ્યો હતો. આજે તે એક પ્રતિષ્ઠિત લેન્ડમાર્ક છે અને અમદાવાદ શહેરના પ્રતીકોમાંનો એક છે.

વર્ષ 1870-71 દરમિયાન સાબરમતી નદી પર એક બ્રિજ બાંધવાની જરૂરિયાત ઊભી થઈ. જોકે બ્રિટિશ એન્જિનિયરો દ્વારા જે પહેલો બ્રિજ બાંધવામાં આવ્યો હતો તે પૂરને કારણે તૂટીને નષ્ટ થઈ ગયો હતો. ત્યારબાદ લાકડાના બ્રિજને બદલે ઇ.સ. 1892માં એન્જિનિયર હિંમતલાલ ધીરજરામ ભચેચ દ્વારા સ્ટીલનો બ્રિજ બાંધવામાં આવ્યો. બ્રિજને બાંધવા માટેનું સ્ટીલ બર્મિંગહામથી આયાત કરવામાં આવ્યું હતું. આ બ્રિજ રૂ.4,07,000ના ખર્ચે તૈયાર થયો હતો અને આ સમગ્ર ખર્ચ બ્રિટિશ સરકાર, સ્થાનિક સંસ્થાઓ અને પ્રાઇવેટ સબસ્ક્રાઇબર્સ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. 19 ડિસેમ્બર, 1889ના રોજ 11મા લોર્ડ રે સી.સી.આઇ.ઇ.એલ.એલ.ડી. બોમ્બેના ગવર્નર મહામહિમ ડોનાલ્ડ જેમ્સ દ્વારા નવા બ્રિજનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. બ્રિજનું નામ સર બેરો હેલબર્ટ એલિસના નામ પરથી રાખવામાં આવ્યું હતું, જેઓ સિવિલ સર્વિસિસમાં કાર્યરત એક અગ્રણી એંગ્લો-ઇન્ડિયન હતા અને નોર્થ ઝોનના કમિશ્નર તરીકે સેવાઓ આપતા હતા. બ્રિટિશ સરકારે હિંમતલાલ ભચેચનું બહુમાન કર્યું હતું, કારણકે તેઓએ રૂ.5 લાખના બજેટની સામે ઘણા ઓછા ખર્ચે પુલનું બાંધકામ પૂર્ણ કર્યું હતું.

એલિસ બ્રિજના બાંધકામને પરિણામે સાબરમતી નદીના પશ્ચિમ ભાગમાં નવા મકાનો અને રહેણાંક વિસ્તારોનો વિકાસ થયો. 1930ના દાયકા સુધીમાં એલિસ બ્રિજના પશ્ચિમ છેડે અનેક પ્રતિષ્ઠિત પબ્લિક બિલ્ડીંગો ઊભા થઈ ગયા હતા.

એલિસ બ્રિજ ભારે ટ્રાફિકનો ભાર સહન કરવા માટે સક્ષમ નહોતો, જેના કારણે ઇ.સ. 1999માં સ્ટીલના આ બ્રિજની બંને બાજુએ રૂ.18 કરોડના ખર્ચે  બે નવા કોંક્રીટના બ્રિજો બાંધવામાં આવ્યા. આજે પુરરૂત્થાન કરેલા નવા બ્રિજનું નામ બદલીને સ્વામી વિવેકાનંદ બ્રિજ કરી દેવામાં આવ્યું છે.

સૌથી વધુ પ્રખ્યાત આકર્ષણો

● ઇતિહાસ. ● ટ્રુસ્ડ સ્ટીલ બ્રિજનું આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગ. ● સાબરમતી નદીનો નજારો.

નજીકના સ્થળો

અહેમદ શાહ મસ્જિદ

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.52 કિલોમીટર
ભદ્રનો કિલ્લો

અમદાવાદનું પ્રખ્યાત , સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.7 કિલોમીટર
સીએનઆઇ (CNI) ચર્ચ

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ખ્રિસ્તી, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.65 કિલોમીટર
ગુજરાત ક્લબ

આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, કાર્યક્રમો અને મનોરંજન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.58 કિલોમીટર
મજૂર મહાજન સંઘ

આઝાદી પહેલાનો યુગ, ઔદ્યોગિક ઇતિહાસ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.49 કિલોમીટર
એમ જે લાયબ્રેરી

આઝાદી પહેલાનો યુગ, ઐતિહાસિક સ્મારકો, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.42 કિલોમીટર
સાબરમતી રિવરફ્રન્ટ

અમદાવાદનું પ્રખ્યાત , પ્રકૃતિ, ઉદ્યાનો અને મનોરંજન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.47 કિલોમીટર
ટાઉન હોલ

આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, પર્ફોર્મન્સ આર્ટ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.37 કિલોમીટર
લોકમાન્ય તિલક બાગ (વિક્ટોરિયા ગાર્ડન)

આઝાદી પહેલાનો યુગ, પ્રકૃતિ, ઉદ્યાનો અને મનોરંજન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.51 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

10 મિનિટ

જાણવા જેવું

સ્ટીલના મૂળ બ્રિજને એક હેરિટેજ લેંડમાર્ક તરીકે સંરક્ષિત કરવામાં આવ્યો છે અને બ્રિજ પરથી વાહન દોડાવતી વખતે સ્ટીલનું બાંધકામ જોવા મળે છે. એલિસ બ્રિજ અમદાવાદનું એક પ્રતિષ્ઠિત લેંડમાર્ક અને પ્રતીક છે.

સમય :કોઈપણ સમય

એન્ટ્રી ફી : નિઃશુલ્ક