અમદાવાદમાં પારસી અગિયારી છે જે પારસીઓનું પ્રાર્થના પૂજન માટેનું અગ્નિ મંદિર છે. પારસી અગિયારી સહીત અન્ય સંસ્થાઓનું ખમાસામાં 1800ની મધ્યમાં નિર્માણ કરવામા આવ્યું હતું. અમદાવાદમાં આવેલા બે અગ્નિ મંદિર પૈકી તે એક છે.
પારસી લોકો ઝોરોસ્ટ્રિયન હતા જેમને ધાર્મિક દમનના લીધે પર્શિયા (ઇરાન) છોડવું પડ્યું હતું. તેઓ એક હજાર વર્ષ પહેલા દક્ષિણ ગુજરાત આવ્યા હતા અને સુરતમાં તેમણે વિકાસ સાધ્યો હતો. 1600 અને 1700ના ગાળામાં અહીં બ્રિટિશ, ડચ અને અન્ય યુરોપીયન ફેક્ટરીઓ હતી અને તે સમયે તેને બોમ્બે કહેવામા આવતું હતું. મુંબઇમાં 1800ના ગાળામાં પેટીટ, વાડીયા અને ટાટા જેવા પારસી પરિવારો તે સમયે મોટા ઉદ્યોગપતિ બન્યા હતા.
સ્વ. રાશિદ મેદોરાએ તેમના અમદાવાદના પારસીઓ અંગેના પુસ્તકમાં પારસીઓના અમદાવાદ આવવા અંગેનો ઉલ્લેખ કર્યો છે. તે પ્રમાણે 1780માં ખાન જહાં દરવાજાથી પારસીઓ અમદાવાદમાં પ્રવેશ્યા હતા. 1800ના મધ્ય સુધીમાં શહેરમાં થોડાઘણા પારસી હતા. મુંબઇથી પારસી લોકો અમદાવાદમાં સરકારી નોકરી મેળવવા આવતા હતા અને કાપડમિલોની શરૂઆત થયા બાદ મુંબઇથી મોટી સંખ્યામાં તેઓ આવવા લાગ્યા હતા. તેમણે 1890ની આસપાસ અમદાવાદમાં કાપડ ઉત્પાદન શરૂ કર્યું હતું અને ત્યારબાદ 1900ના ગાળામાં રસાયણ, ફુડ અને પીણાના વ્યવસાય શરૂ કર્યા હતા.
પારસી અગિયારી 1840માં ખૂલ્લું મૂકવામા આવ્યું હતું પરંતુ 1975માં પૂરના લીધે તે ક્ષતિગ્રસ્ત થઇ જતા 1977માં તેનું ફરી સમારકામ કરવામા આવ્યું હતું. ખમાસામાં પારસી પંચાયત ભવન પણ આ પરિસરમાં જ સ્થિત છે.
બીજી પારસી અગિયારી કાંકરિયા તળાવા પાસે સ્થિત છે. કાંકરિયામાં આવેલો ઝોરોસ્ટ્રિયન હોલ પારસીઓના મેળાવડા માટે એક મહત્વનું કેન્દ્ર છે.
પારસી ધર્મ એ વિશ્વના સૌથી જૂના અને અવિરતપણે પ્રચલિત ધર્મોમાંનો એક છે. કોઈપણ દેવતા અથવા પ્રબોધકને પ્રાર્થના કરવાને બદલે, પારસી લોકો જ્વલંત અગ્નિની પૂજા કરે છે. તે શુદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે અને ધાર્મિક વિધિઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કારણ કે તે વ્યક્તિના આત્માને શુદ્ધ કરવા માટે માનવામાં આવે છે.
અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ખ્રિસ્તી, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ
અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , વીડિયો સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ
અમદાવાદનું પ્રખ્યાત , સલ્તનત યુગ, અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આઝાદીનો યુગ, ઐતિહાસિક સ્મારકો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
સલ્તનત યુગ, કોટ વિસ્તાર અને દરવાજાઓ , ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - યહુદી, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
01 કલાક - 02 કલાક 30 મિનિટ
અહીં પારસી સિવાયના કોઇ લોકોને પ્રવેશ આપવામા આવતો નથી પરંતુ તમે ખમાસામાં બહારથી આ ઇમારત જોઇ શકો છો. ઝોરોસ્ટ્રિયન હોલનો ઉપયોગ પારસી લોકો ઉત્સવો, નવજોત ઉત્સવ, લગ્ન અને અન્ય પરંપરાગત કાર્યક્રમો માટે કરે છે.
સમય :06:00 થી 18:30
એન્ટ્રી ફી : નિઃશુલ્ક