મેગન અબ્રાહમ સિનાગોગ (પ્રાર્થનાસ્થળ)

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - યહુદી, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 1.56 કિલોમીટર

મેગન અબ્રાહમ સિનાગોગ એ અમદાવાદમાં સ્થિત એક ખૂબ જ રસપ્રદ સ્થળ છે, જે યહૂદીઓનો વારસો (જ્યુઈશ હેરિટેજ) છે. સિનાગોગ એટલે યહૂદીઓ માટે પ્રાર્થના કરવાનું સ્થળ. આ ગુજરાતની એકમાત્ર સિનાગોગ છે અને ભારતમાં કેટલાક સક્રિય યહૂદી ધર્મસ્થાનોમાંની એક છે. અમદાવાદમાં હવે માત્ર થોડાંક જ બેને ઇઝરાયલ યહૂદી પરિવારો બચ્યાં છે જેમના માટે આ સિનાગોગ એક આધ્યાત્મિક કેન્દ્ર છે.

બેને ઇઝરાયલ યહૂદીઓ સને 1800માં મુંબઈ અને કોંકણ કિનારેથી અહીં આવ્યા હતા, જ્યાં તેઓ ઘણી સદીઓ પહેલા સ્થાયી થયા હોવાનું કહેવાય છે. સૌપ્રથમ યહૂદી બ્રિટિશ સર્વિસિસ સાથે અમદાવાદ આવ્યો હતો. અમદાવાદમાં પહેલવહેલા આવનારા મોટાભાગના યહૂદીઓ આર્મી, રેલવે અને દરિયાકાંઠાની સેવાઓમાં નોકરી કરતા હતા અને ત્યારબાદ તેઓ ટેક્સટાઈલ મિલોમાં કામ કરતા હતા. તે પછી તો તેઓ વકીલ, ડોક્ટર અને શિક્ષણવિદો પણ બન્યા, જેઓ અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષાઓમાં પારંગત હતા. પૂર્વ અમદાવાદ વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે તે લોકોનું ખૂબ મોટું યોગદાન રહેલું છે. મણિનગરની મોટાભાગની અંગ્રેજી મિડિયમની શાળાઓ બેને ઇઝરાયેલ યહૂદીઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને આજે પણ આ વિસ્તારમાં શાળા શિક્ષણના સમૃદ્ધ કેન્દ્રો છે.

રાષ્ટ્રીય સ્તરે ખૂબ જ પ્રસિદ્ધિ પામેલા અમદાવાદના બેને ઇઝરાયેલ યહૂદીઓમાં રૂબિન ડેવિડનું નામ સામેલ છે, જેમણે અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં પ્રાણીસંગ્રહાલય અને ઉદ્યાનોની સંકલ્પના રજૂ કરી હતી. આ ઉપરાંત, અમદાવાદની પ્રસિદ્ધ બેને ઇઝરાયેલ યહૂદી મહિલાઓમાં જાણીતા સંસ્કૃત સ્કોલર ડૉ. ઇસ્થર સોલોમન અને એવોર્ડ વિજેના નવલકથા લેખત ઇસ્થર ડેવિડનો પણ સમાવેશ થાય છે. ડૉ. ઇસ્થર સોલોમન હવે હયાત નથી, પરંતુ ઇસ્થર ડેવિડ આજે પણ અમદાવાદમાં રહે છે. આ ત્રણેય હસ્તીઓને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઘણા બેને ઇઝરાયેલ યહૂદીઓ AEC જેવા પબ્લિક સેક્ટર યુનિટ્સમાં ઘણો મહત્વપૂર્ણ હોદ્દો ધરાવતા હતા.

1930ના દાયકામાં આ સિનાગોગનું નિર્માણ કરવામાં આવ્યું તે પહેલા અમદાવાદના યહૂદીઓ પ્રાર્થના કરવા માટે પાનકોર નાકા પાસે આવેલ એક હોલમાં ભેગા થતા હતા. રસપ્રદ રીતે આ સિનાગોગ ખામાસામાં આવેલી ઐતિહાસિક પારસી અગિયારી નજીક સ્થિત છે. ઇઝરાયેલના રાજદૂતે જ્યારે આ સિનાગોગની મુલાકાત લીધી હતી, ત્યારે તેની આસપાસ સ્થિત અન્ય વિવિધ ધર્મસ્થાનો જેવાં કે મંદિર, મસ્જિદ અને પારસી અગિયારીને જોઇને તેઓ ખૂબ ભાવવિભોર થઈ ગયા હતા. 2 સપ્ટેમ્બર, 1934ના રોજ ડૉ. અબ્રાહમ એરૂલકરની સ્મૃતિમાં અમદાવાદમાં આ સિનાગોગનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેઓએ આ સિનાગોગ બનાવવા માટે ખૂબ મોટી રકમનું દાન કર્યું હતું. તે સમયે અમદાવાદમાં 300 બેને ઇઝરાયેલ પરિવારોના કુલ 800 યહૂદીઓની વસ્તી હતી.

તે સમયે યુરોપિયન શૈલીના સ્થાપત્યોનું ચલણ હતું. આ જ લીને અનુસરીને મેગન અબ્રાહમ સિનાગોગનું બાંધકામ કરવામાં આવ્યું છે, જેમાં ગ્રેશિયન પિલર્સ, એક ત્રિકોણાકાર છાપરું, ઊંચી છત, કલાત્મક ગ્રિલ્સ, રંગીન કાચની બારીઓ અને ઝુમ્મરો આવેલાં છે, જે તેના સમગ્ર ઇન્ટિરિયરને એક અલૌકિક ચમક બક્ષે છે. સિનાગોગનું ભોંયતળિયું ચોકડીની ભાતવાળા આરસના પથ્થરોથી બનાવવામાં આવ્યું છે. અહીંયા એક મોટું વહાણ (આર્ક – Ark) પણ છે. ફર્નિચર તરીકે સહેલાઇથી ખસેડી શકાય તેવી બેંચો છે, જેને કેન્દ્રમાં બિમાહની આસપાસ ગોઠવવામાં આવી છે. આ સિનાગોગમાં રસપ્રદ ધાર્મિક કલાકૃતિઓ અને સ્થાપત્યકીય કારીગરી છે. ખાસ કરીને હિબ્રુ તોરાહનો તેનો સંગ્રહ ગર્વની અનુભૂતિ કરાવે છે. વહાણ (આર્ક)ને જેરૂસલેમની દિશામાં સ્થાપિત કરવામાં આવ્યું છે, જેમાં હિબ્રુ અને મરાઠી શબ્દોમાં આરસમાં દસ આદેશો કોતરવામાં આવ્યા છે. વહાણને આવરી લેતા સાટિનના પડદા અથવા હેખાવને, ચાંદી કે સોનાના તારોમાં હિબ્રુ શબ્દો અને ડેવિડ મોટિક્સના સ્ટાર સાથે અલંકૃત કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં હવે માત્ર 125 બેને ઇઝરાયેલ પરિવારો જ બચ્યાં છે, તેમ છતાં આ સિનાગોગ આજે પણ સક્રિય છે, અને શુક્રવાર સાંજે 7.00 વાગ્યાથી અહીંયા શાબ્બત સેવાઓ શરૂ થઈ જાય છે.

સમુદાયના બાળકો માટે સમયાંતરે હિબ્રુ ભાષા શીખવાના ક્લાસીસ ચલાવવામાં આવે છે. અમદાવાદના આ સિનાગોગમાં ક્યારેક શનિવારની સાંજે મનોકામનાઓ પૂરી થાય એ માટે ઈશ્વરને ભેટ ચડાવવાની પ્રથા પણ રાખવામાં આવે છે. વિવિધ રજાઓ અને તહેવારો સમુદાયના તમામ સભ્યો સાથે મળીને ઊજવે છે અને પ્રસંગ પત્યા પછી સિનાગોગની બાજુમાં આવેલા પેવિલિયનમાં સમૂહ ભોજન પણ રાખવામાં આવે છે. વિવિધ તહેવારોની સાથે ઉજવણી સમુદાયના સભ્યોને એકબીજા સાથે જોડે છે અને તેઓ એક મોટો પરિવાર હોવાની લાગણી અનુભવે છે. અમદાવાદમાં તેમની વસ્તી ઘટી રહી છે, એવા સમયમાં આ બાબત ઘણી મહત્વપૂર્ણ છે. જુલી પિંગલ, કે જેમનો પતિ સિનાગોગમાં વિધિ અને પ્રાર્થના કરે છે, તેમની દેખરેખ હેઠળ યહૂદીઓના આહાર કાયદા અનુસાર દાવત આપવામાં આવે છે.

મુલાકાતીઓ માટે નોંધ-
સિનાગોગની મુલાકાત લેનારા મુલાકાતીઓએ સાથે પોતાનો પાસપોર્ટ અથવા એવા જ પ્રકારનો અન્ય કોઇ દસ્તાવેજ રાખવો જરૂરી છે, કારણકે સિનાગોગમાં પ્રવેશ પહેલા આ દસ્તાવેજની ચકાસણી કરવામાં આવે છે. મુલાકાત, દાવતો અને સિનાગોગમાં ચાલતી સેવાઓ અંગે વધુ માહિતી મેળવવા માટે +91-9924581946 પર કોલ કરી શકાય છે.

નજીકના સ્થળો

અહેમદ શાહ મસ્જિદ

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.5 કિલોમીટર
ભદ્રનો કિલ્લો

અમદાવાદનું પ્રખ્યાત , સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.39 કિલોમીટર
સીએનઆઇ (CNI) ચર્ચ

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ખ્રિસ્તી, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.37 કિલોમીટર
ઢાલગરવાડ

અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , વીડિયો સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.21 કિલોમીટર
ગુજરાત ક્લબ

આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, કાર્યક્રમો અને મનોરંજન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.45 કિલોમીટર
આઇ.પી. મિશન સ્કૂલ

આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.3 કિલોમીટર
જામા મસ્જિદ

અમદાવાદનું પ્રખ્યાત , સલ્તનત યુગ, અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.37 કિલોમીટર
પારસી અગિયારી અને હોલ્સ ઓફ અમદાવાદ

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - જરથુષ્ટ્ર, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.04 કિલોમીટર
સરદાર પટેલ ભવન

આઝાદીનો યુગ, ઐતિહાસિક સ્મારકો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.22 કિલોમીટર
ત્રણ દરવાજા

સલ્તનત યુગ, કોટ વિસ્તાર અને દરવાજાઓ , ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.26 કિલોમીટર
લોકમાન્ય તિલક બાગ (વિક્ટોરિયા ગાર્ડન)

આઝાદી પહેલાનો યુગ, પ્રકૃતિ, ઉદ્યાનો અને મનોરંજન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.51 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

30 મિનિટ

જાણવા જેવું

મંદિર દરરોજ 11:00 થી 16:00 કલાક દરમિયાન મુલાકાતીઓ માટે બંધ રહે છે.

સમય :10:00 થી 18:00

એન્ટ્રી ફી : નિઃશુલ્ક