હરકુંવર શેઠાણીની હવેલી

આઝાદી પહેલાનો યુગ, પોળ- અમદાવાદનો જીવંત વારસો, હવેલીઓ અને ખાનગી આવાસો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 2.07 કિલોમીટર

હરકુંવર શેઠાણીની હવેલી અમદાવાદની સૌથી મોટી અને ભવ્ય હવેલીઓમાંની એક છે. તેના સ્થાપત્ય અને લાકાડાના ઉત્કૃષ્ટ કોતરણીકામને જોવા માટે એક વખત તો તેની મુલાકાત અવશ્ય લેવી જોઇએ.

હરકુંવર શેઠાણી સમાજ માટે તેમણે આપેલા યોગદાન માટે પ્રખ્યાત છે અને તેમના આ યોગદાન માટે તેમને બ્રિટિશ સરકાર તરફથી ‘નેક સખાવતી બહાદુર’નું બિરૂદ આપવામાં આવ્યું હતું. તેમણે પોતાના પતિના અવસાન પછી હઠીસિંહ જૈન મંદિરના બાંધકામને પૂર્ણ કરવાનું બીડું ઉઠાવ્યું હતું. તેઓ મહિલા શિક્ષણ અને સશક્તિકરણમાં ખૂબ વિશ્વાસ રાખતા હતા.

તેમણે અમદાવાદમાં કન્યાશાળાઓ શરૂ કરી હતી, જેના પરિણામે શિક્ષણ તેમજ ઇતર પ્રવૃત્તિઓ માટેની વ્યાપક સુવિધાઓ સાથે ઇ.સ. 1855માં હરકુંવરબા અને જ્યોતિબા કન્યાશાળાની સ્થાપના કરવામાં આવી હતી. શાળાઓ ઉપરાંત, તેમણે શિક્ષકો માટે ટીચર્સ ટ્રેનિંગ કોલેજ પણ શરૂ કરી હતી. તેમણે વિધવાઓ અને અન્ય જરૂરિયાતમંદ મહિલાઓ માટે કલ્યાણ યોજનાઓ પણ શરૂ કરી હતી. આ હવેલી હઠીસિંહ પરિવારનું ઘર હતું, જેઓ અમદાવાદમાં ટેક્સટાઈલ મિલ અને અન્ય વ્યાપાર-ધંધાઓની માલિકી ધરાવતા હતા.

આ એક વિશાળ હવેલી છે, જે ત્રણ માળ ઊંચી છે પરંતુ ડબલ ઉંચાઈવાળી છતને કારણે આસપાસના વિસ્તારમાં તે સૌથી ઉંચી હવેલી છે. આ હવેલીમાં 60 રૂમો આવેલા છે. હવેલીનું સ્થાપત્ય પણ વિશાળ છે, જેમાં નીચેના ભાગમાં આઇકોનિક સ્તંભોથી લઇને ગુજરાતી શૈલીના લાકડાના કોતરણીકામ સુધીનું સ્થાપત્ય તેમને જોવા મળશે. હવેલીના અગ્રભાગમાં લાકડાનું ભવ્ય કોતરણીકામ ખૂબ જ ધ્યાનાકર્ષક છે, અને લોખંડ તથા લાકડાનું એટલું જ સુંદર સુશોભનનું કામ તમને ઉપરના માળ પર જોવા મળે છે. હવેલીનું મુખ્ય આકર્ષણ તેના ઝરૂખાઓ છે. જટિલ કોતરણીકામ કરેલા આ સુંદર ઝરૂખાઓ કોટ વિસ્તારના કેટલાક સૌથી વિશાળ લાકડાના સ્તંભો પર ઊભા કરવામાં આવ્યા છે.

સૌથી વધુ પ્રખ્યાત આકર્ષણો

આર્કિટેક્ચર, વુડકાર્વીંગ્સ

નજીકના સ્થળો

દીવાનજીની હવેલી

બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.29 કિલોમીટર
ફર્નાન્ડિસ બ્રિજ(પુસ્તક બજાર)

આઝાદી પહેલાનો યુગ, અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.08 કિલોમીટર
હરિપ્રસાદ મહેતા બંગલો – જગદીપ મહેતાનું હેરિટેજ હાઉસ

હવેલીઓ અને ખાનગી આવાસો, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.34 કિલોમીટર
ઓલ્ડ સ્ટોક એક્સચેન્જ બિલ્ડિંગ

આઝાદી પહેલાનો યુગ, ઐતિહાસિક સ્મારકો, ઔદ્યોગિક ઇતિહાસ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.24 કિલોમીટર
રાણીનો હજીરો

સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, પરંપરાગત બજારો , ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.2 કિલોમીટર
રતનપોળ

અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.34 કિલોમીટર
શાંતિનાથજી ની પોલ અને દેરાસર

આઝાદી પહેલાનો યુગ, પોળ- અમદાવાદનો જીવંત વારસો, ધાર્મિક સ્થળ - જૈન, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.26 કિલોમીટર
ટંકશાળ હવેલી

અમદાવાદનું પ્રખ્યાત , પોળ- અમદાવાદનો જીવંત વારસો, હવેલીઓ અને ખાનગી આવાસો, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.12 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

15 મિનિટ

જાણવા જેવું

આ હવેલી જનતા માટે ખુલ્લી નથી. મુખ્ય રસ્તા પરથી હવેલીનો અગ્રભાગ જોઇ શકાય છે.

સમય :કોઈપણ સમય

એન્ટ્રી ફી : લાગુ નથી