ઓલ્ડ સ્ટોક એક્સચેન્જ બિલ્ડિંગ

આઝાદી પહેલાનો યુગ, ઐતિહાસિક સ્મારકો, ઔદ્યોગિક ઇતિહાસ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 1.99 કિલોમીટર

આ ભવ્ય બિલ્ડિંગમાં એક સમયે અમદાવાદ સ્ટોકબ્રોકર્સ એસોસિએશનની કામગીરી થતી હતી અને તે અમદાવાદ સ્ટોક એક્સચેન્જ તરીકે ઓળખાતી હતી. અત્યારે સ્ટોક એક્સચેન્જ અહીંથી તબદીલ કરવામા આવ્યું છે પરંતુ આ ઇમારત તેની સુંદરતા, સુશોભન અને નિયો ક્લાસિકલ સ્થાપત્ય માટે જોવાજેવી છે.

19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં અમદાવાદ કાપડની મિલો માટે જાણીતું હતું. તેના લીધે અહીં 1894માં સ્ટોક એક્સચેન્જની સ્થાપના થઇ જે ભારતમાં સૌથી જૂના એક્સચેન્જ પૈકી એક છે. 1875માં બોમ્બે સ્ટોક એક્સચેન્જની સ્થાપના બાદ આ સ્ટોક એક્સચેન્જને પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે સ્થાપિત કરવામા આવ્યું હતું. પહેલા દરેક સ્ટોક એક્સચેન્જ બોમ્બે સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ એક્ટ. 1925ના માળખા હેઠળ કામ કરતા. ત્યારબાદ ધ સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ, 1956, ગુજરાત શેર એન્ડ સ્ટોક એક્સચેન્જ, ઇન્ડિયન શેર એન્ડ જનરલ એક્સચેન્જ એસોસિએશન એન્ડ બોમ્બે શેર એન્ડ સ્ટોક એક્સચેન્જ, શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન અમદાવાદ શેર અને સ્ટોક બ્રોકર્સ એસોસિએશન સાથે સામેલ થઇ ગયા અને અમદાવાદ સ્ટોક એક્સચેન્જની સ્થાપના થઇ.

આ ઇમારતનું નિર્માણ 1919માં કરવામાં આવ્યું હતું જ્યાં 1990 સુધી સ્ટોક એક્સચેન્જ કાર્યરત રહ્યું. ત્યારબાદ પાંજરાપોળના કામધેનુ કોમ્પ્લેક્સમાં એક્સચેન્જનું સ્થળાંતર કરવામા આવ્યું હતું.

આ બિલ્ડિંગમાં યુરોપીયન શૈલીનું બાંધકામ અને સુંદર સુશોભન જોવા મળે છે. તેમાં ઝરૂખા પ્રકારની બાલકની જોવા મળે છે. ફ્રાન્સની આર્ટ ડેકો શૈલીની રચના પણ ઇમારતમાં જોવા મળે છે.

આ બિલ્ડિંગની સામે મુરત પોળ છે જે અમદાવાદની સૌથી જૂની પોળ પૈકી એક છે.

સૌથી વધુ પ્રખ્યાત આકર્ષણો

રાની નો હજીરો, જામા મસ્જિદ અને બાદશાહ નો હજીરોના ત્રણ ઐતિહાસિક સ્થળોથી ઘેરાયેલી, ધ્રાંગધ્રા રેતીના પથ્થરમાં અલંકૃત કોતરણી દ્વારા ઇમારત ઓળખી શકાય છે.

નજીકના સ્થળો

બાદશાહનો હજીરો (રાજાની કબર)

સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, અમદાવાદમાં અધ્યાત્મ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.13 કિલોમીટર
દીવાનજીની હવેલી

બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.23 કિલોમીટર
ફર્નાન્ડિસ બ્રિજ(પુસ્તક બજાર)

આઝાદી પહેલાનો યુગ, અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.16 કિલોમીટર
જામા મસ્જિદ

અમદાવાદનું પ્રખ્યાત , સલ્તનત યુગ, અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, વર્ચ્યુઅલ ટુર સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.21 કિલોમીટર
માણેક બાબા સમાધિ

સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, પોળ- અમદાવાદનો જીવંત વારસો, અમદાવાદમાં અધ્યાત્મ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.05 કિલોમીટર
માણેક ચોક

અમદાવાદનું પ્રખ્યાત , સલ્તનત યુગ, અમદાવાદીની જેમ ખાઓ-પીઓ, અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , સ્થાનિક ભોજન , ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.06 કિલોમીટર
રાણીનો હજીરો

સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, પરંપરાગત બજારો , ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.05 કિલોમીટર
સરદાર પટેલ ભવન

આઝાદીનો યુગ, ઐતિહાસિક સ્મારકો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.44 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

10 મિનિટ

જાણવા જેવું

આ બિલ્ડિંગમાં હવે અમદાવાદ સ્ટોક એક્સચેન્જ નથી. મુખ્ય માર્ગ પરથી રવેશની પ્રશંસા કરી શકાય છે.

સમય :10:00 થી 18:00

એન્ટ્રી ફી : નિઃશુલ્ક