સંસ્કાર કેન્દ્ર અને સિટી મ્યૂઝિયમ

આધુનિક યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, AR અનુભવો સાથેની સાઇટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
તમે જ્યાં છો ત્યાંથી સરેરાશ અંતર: 1.68 કિલોમીટર

સ્થાપત્યના વિદ્યાર્થીઓ માટે અમદાવાદ મક્કા તરીકે જાણીતું છે. અહીં મધ્યયુગીન મસ્જિદના અદભૂત સ્થાપત્યોથી લઇને મંદિરો અને આધુનિક ઇમારતો જોવા મળે છે. આ સ્થાપત્યોને આર્કિટેક્ટની દુનિયાના મહાનુભાવો જેવા કે લિ કોર્બુઝિયર, લુઇસ કાન, ફ્રેન્ક લ્યોડ, ચાર્લ્સ કોરિયા અને બાલકૃષ્ણ દોશીએ ડિઝાઇન કરી છે.

લી કોર્બુઝિયર દ્વારા ડિઝાઇન કરાયેલું એક મહત્વપૂર્ણ સ્થાપત્ય સંસ્કાર કેન્દ્ર છે જે તેમણે ડિઝાઇન કરેલા ત્રણ મ્યૂઝિયમ પૈકી એક છે. તે સિવાય તેમણે ચંડીગઢમાં સરકારી મ્યૂઝિયમ અને આર્ટ ગેલેરી તેમજ ટોક્યોમાં મ્યૂઝિયમ ઓફ વેસ્ટર્ન આર્ટ ડિઝાઇન કર્યા છે. સંસ્કાર કેન્દ્રમાં બે વિભાગ છે- સિટિ મ્યુઝીયમ અને પતંગ મ્યૂઝિયમ.

સંસ્કાર કેન્દ્ર તેના નામની જેમ જ અમદાવાદ શહેરમાં સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકસિત કરવામા આવ્યું હતું. શહેરીજનો અને અમદાવાદના પ્રથમ મેયર (જુલાઇ 1950 થી ઓગષ્ટ 1956) ચીનુભાઇ ચિમનલાલ શેઠ દ્વારા કેન્દ્રના નિર્માણની કલ્પના કરવામા આવી હતી.

સ્વિસ-ફ્રેન્ચ આર્કિટેક્ટ લી કોર્બ્યુઝિયરે આ બિલ્ડીંગનું ડિઝાઇનીંગ કાર્ય કર્યું હતું. તેના સિગ્નેચર સ્ટાઇલ પ્રમાણે બિલ્ડીંગમાં ઇંટો અને કોંક્રીટની પેટર્ન દિવાલો પર ઉભરીને આવે છે. આ મ્યૂઝિયમની ડિઝાઇન કોર્બ્યુઝિયરે તેમના મ્યુઝિયમ ઓફ અનલિમિટેડ ગ્રોથના સિદ્ધાંત અનુસાર કરી છે જેમાં એક સ્વતંત્ર ડિઝાઇન હોય છે અને અને ગોળાકાર લેઆઉટના લીધે દિવાલો પાસે ગેલેરી બનાવવામા સરળતા રહે છે.

આ બિલ્ડિંગને અલગ અલગ કોલમ પર ઉભી કરવામા આવી છે. વચ્ચેના પ્રાંગણમાં પૂલ છે જ્યાંથી ઉપર ગેલેરીના પ્રદર્શન સુધી જઇ શકાય છે. ડિઝાઇન, વેન્ટિલેશન, હવાની અવરજવર અને પાણી અંગેની અમુક વ્યવસ્થાઓ એવી રીતે કરવામા આવી છે કે મુલાકાતીઓ માટે ત્યાંનો અનુભવ સુવિધાજનક રહે.

આ બિલ્ડિંગમાં બે રસપ્રદ મ્યૂઝિયમ છે. ગ્રાઉન્ડ ફ્લોર પર પતંગ મ્યૂઝિયમ છે જેમાં પતંગના ઇતિહાસ વિશે રસપ્રદ માહિતી, તસવીરો અને ભાનુ શાહ દ્વારા રંગવામા આવેલા પતંગોનું પ્રદર્શન રજૂ કરવામા આવ્યું છે. ભાનુ શાહ અમદાવાદના કલાકાર હતા અને સંસ્કાર કેન્દ્ર સાથે ખૂબ નજીકથી સંકળાયેલા હતા. ઉત્તરાયણ અથવા મકરસંક્રાતિના ઉત્સવ નિમિત્તે સંસ્કાર કેન્દ્રમાં પતંગ ઉડાડવાની પરંપરાને નિભાવવામા આવે છે.

અમદાવાદના સાંસ્કૃતિક વારસાને જાણવા માટે આ મ્યૂઝિયમની મુલાકાત મહત્વપૂર્ણ બની રહે છે. અહીં અહીં ધાર્મિક અને કલાઓને લગતા અલગ અલગ પ્રદર્શનો અને કૃતિઓ જોવા મળે છે. તે સિવાય પારસી અને યહુદી જેવા લઘુમતિ ધર્મ, મહાત્મા ગાંધીના જીવન, આઝાદીની ચળવળ તેમજ આઝાદીની ચળવળમાં અમદાવાદના લોકોના યોગદાન અંગે વિશેષ સેક્શન અને ઐતિહાસિક તસવીરો અહીં રજૂ કરવામા આવી છે. અહીં વિશ્વની સૌથી ઉંચી અગરબત્તીઓ પૈકી એક અગરબતી પણ છે.

આ બિલ્ડિંગના સાર્વજનિક સ્થળ પર અમુક વિશેષ પ્રદર્શનો મૂકવામા આવ્યા છે. જેમાં ડોનાલ્ડ જેમ્સ 11 લોર્ડ રે C.C.I.E.LL.D. જેઓ બોમ્બેના ગવર્નર હતા તેમણે એલિસબ્રિજના ખાતમૂહર્ત વખતે જે પાયાનો પથ્થર મૂક્યો હતો તે પ્રદર્શનમાં છે. તે સિવાય અન્ય સ્થાપત્ય કલાકૃતિઓ 1907નું એક ફાયર એન્જિન, રાણી વિક્ટોરિયાનું બાવલું અને કાલુપુરથી અહીં લવાયેલો એક ફુંવારો પણ પ્રદર્શનમાં રજૂ કરવામા આવ્યા છે.

નજીકના સ્થળો

બાબા લુલુઈની મસ્જિદ

અમદાવાદનું પ્રખ્યાત , સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.84 કિલોમીટર
દીવાનનો બંગલો

આઝાદી પહેલાનો યુગ, હવેલીઓ અને ખાનગી આવાસો, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.35 કિલોમીટર
ગુજરાત કોલેજ

અમદાવાદનું પ્રખ્યાત , આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.05 કિલોમીટર
જગન્નાથ મંદિર

અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - હિંદુ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.23 કિલોમીટર
જમાલપુર દરવાજા

સલ્તનત યુગ, કોટ વિસ્તાર અને દરવાજાઓ , QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.23 કિલોમીટર
કોચરબ આશ્રમ

આઝાદીનો યુગ, ઐતિહાસિક સ્મારકો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.39 કિલોમીટર
એમ જે લાયબ્રેરી

આઝાદી પહેલાનો યુગ, ઐતિહાસિક સ્મારકો, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 1.13 કિલોમીટર
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન

આધુનિક યુગ, મ્યુઝિયમો અને ઇન્સ્ટિટ્યૂટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.31 કિલોમીટર
ટાગોર હોલ

આધુનિક યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, પર્ફોર્મન્સ આર્ટ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.21 કિલોમીટર
ટાઉન હોલ

આઝાદી પહેલાનો યુગ, શિલ્પ-સ્થાપત્ય અને ડિઝાઇન, પર્ફોર્મન્સ આર્ટ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ

આ સાઇટથી અંદાજિત અંતર: 0.97 કિલોમીટર

નજીકની સુવિધાઓ

મુલાકાત માટે આવશ્યક સરેરાશ સમય

01 કલાક

જાણવા જેવું

સંગ્રહાલય હાલમાં જાળવણી હેઠળ છે. અમને થતી અસુવિધા માટે ક્ષમાયાચના છે.

સમય :00:01 થી 00:01

એન્ટ્રી ફી : નિઃશુલ્ક