તીન દરવાજા પાસે આ સુંદર મસ્જિદ સ્થિત છે જેને જામા મસ્જિદ અથવા તો જામી મસ્જિદ તરીકે પણ ઓળખવામા આવે છે. અહીં શુક્રવારે પુષ્કળ સંખ્યામાં લોકો નમાજ અદા કરવા આવે છે અને તે અમદાવાદની સૌથી વ્યસ્ત મસ્જિદ રહે છે.
જામા મસ્જિદનું નિર્માણ 1423માં શરૂ થયું હતું અને તે 1424માં તૈયાર થઇ ગઇ હતી. તે સમયે તે ભારતની સૌથી મોટી મસ્જિદ ગણાતી હતી અને અત્યારે પણ તે દેશની સુંદર મસ્જિદો પૈકી એક છે. તીન દરવાજા અને ભદ્રના કિલ્લા પાસે તે મેન રોડના જોડાણ પાસે સ્થિત છે.
મસ્જિદના આંગણામાં જ આરસથી નિર્મિત પાણીનું કુંડ છે જ્યાં શ્રદ્ધાળુઓ ભેગા થઇને વજુ કરે છે. મસ્જિદની આજુબાજુ આરસનું ફળિયું છે અને વચ્ચે ફુંવારો છે. જામા મસ્જિદ 260 સ્તંભ પર બનાવવામાં આવી છે જે 15 આલિશાન ગુંબજને નીચેથી આધાર આપે છે. બે માળના જનાનામાં બારીક કોતરણી કરેલી ગેલેરી છે અને ત્યાં અષ્ટકોણીય ફાનસ અનેરુ આકર્ષણ જમાવે છે. પાંચ મહેરાબ મક્કા તરફની દિશાનો નિર્દેશ કરે છે. પથ્થરો પરની બારીક કોતરણીના લીધે ગેલેરીની વચ્ચે સૂર્યના કિરણો આછા પડે છે અને તેનાથી અંદર આકરા તાપથી રક્ષણ મળે છે. આ મસ્જિદ અત્યાર સુધી સુરક્ષિત રહી છે પરંતુ 1957માં આવેલા ભૂકંપના લીધે તેના મિનારા તૂટી પડ્યા હતા.
મસ્જિદનો મૂળ હેતુ માત્ર ગુજરાતના સુલતાનોના રાજવી પરિવારના સભ્યોના ખાનગી ઉપયોગ માટે હતો. બાદમાં સામાન્ય લોકોને તેમની નમાજ અદા કરવા માટે મસ્જિદમાં જવાની મંજૂરી આપવામાં આવી હતી. આ સ્થળ મુસ્લિમો માટે અત્યંત પવિત્ર સ્થળ છે.
અમદાવાદનું પ્રખ્યાત , સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - ઇસ્લામ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , QR કોડ સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, પોળ- અમદાવાદનો જીવંત વારસો, હવેલીઓ અને ખાનગી આવાસો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
સલ્તનત યુગ, ઐતિહાસિક સ્મારકો, પોળ- અમદાવાદનો જીવંત વારસો, અમદાવાદમાં અધ્યાત્મ, QR કોડ સાથેની સાઇટ્સ
અમદાવાદનું પ્રખ્યાત , સલ્તનત યુગ, અમદાવાદીની જેમ ખાઓ-પીઓ, અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , સ્થાનિક ભોજન , ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
આઝાદી પહેલાનો યુગ, ઐતિહાસિક સ્મારકો, ઔદ્યોગિક ઇતિહાસ, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - જરથુષ્ટ્ર, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
અમદાવાદીની જેમ શોપિંગ કરો, પરંપરાગત બજારો , QR કોડ સાથેની સાઇટ્સ
આઝાદીનો યુગ, ઐતિહાસિક સ્મારકો, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, QR કોડ સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
સલ્તનત યુગ, કોટ વિસ્તાર અને દરવાજાઓ , ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
અમદાવાદમાં અધ્યાત્મ, ધાર્મિક સ્થળ - યહુદી, ઓડિયો ગાઇડ્સ સાથેની સાઇટ્સ, વીડિયો સાથેની સાઇટ્સ, બ્લુટુથ બીકન્સ સાથેની સાઇટ્સ
30 મિનિટ
મુલાકાતીઓનું સ્વાગત કરવામાં આવે છે, જો કે તેઓ શાંત ચિંતન વાતાવરણ જાળવે, તેમના પગરખાં ઉતારી લે અને પ્રાર્થના કરતા લોકોને ખલેલ ન પહોંચાડે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. પ્રાર્થનાના સમયે, તમારે તમારું માથું ઢાંકવું જોઈએ અને મહિલાઓએ મુખ્ય હોલમાં પ્રવેશ કરવો જોઈએ નહીં.
સમય :06:00 થી 21:00
એન્ટ્રી ફી : નિઃશુલ્ક